અંબાલાલ પટેલે આપી આગાહી ગુજરાતમાં આ વરસાદનો બીજો રાઉન્ડ શરુ થશે….

  • ગુજરાતીઓને હજી વરસાદ મુંજવશે, ધોધમાર વરસાદની છે આગાહી, જાણો અંબાલાલ પટેલે શુ કહ્યું?
  • આ વર્ષે ચોમાસુ બેઠું ત્યારથી જ ભરપૂર છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી ચુક્યા છે. અને હજી પણ છુટાછવાયા ઝાપટાનો સિલસિલો ચાલુ જ છે. એવામાં રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છે. તેવામાં જાણો ક્યાં વિસ્તારોમાં અને કેવો થશે વરસાદ.
v

  • રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન વિભાગમાં હાલ ચોમાસું ભરપુર છે ત્યારે ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જજોરદાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

  • કઈ કઈ તારીખોમાં વરસસે વરસાદ.
  • આવનારી 23 જુલાઇ સુધી વરસાદી ઝાપટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે અને એના કારણે ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જણાય છે. 30 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

  • કયા જિલ્લાઓમાં થશે વરસાદ?

  • નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ જિલ્લાઓમાં વધુ વરસાદ આવે તેવી શકયતા છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લામાં પણ વરસાદ આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવશે. ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ દર્શાવાઇ છે.
  • 15, 16, 17 પછી ઓગસ્ટમાં વધુ એકવાર વરસાદનું આગમન થશે
  • ડાંગ, નર્મદામાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે. ખેતી માટે ઉપયોગી થઈ શકે તેવો વરસાદ થશે તેવી સંભાવનાઓ છે.મહાનદીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે. મધ્યપ્રદેશથી પાણી ગુજરાત તરફ આવશે.
  • પાક માટે ઉપયોગી વરસાદના 2 પ્રકાર

  • અંબાલાલ પટેલે ખેડૂતો વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, વરસાદના 2 પ્રકાર છે જેમાં એક વખ અને બીજો પખ છે. હાલ જે વરસાદ છે તે પુનરવષુનું પાણી વરસી રહ્યુ છે. 19 જુલાઈ પછી પુષ્ય નક્ષત્ર બેસસે અને એ પછી જે વરસાદ આવશે તેનું પાણી ખેતી માટે સારૂ જણાઈ રહ્યું છે. નીંદામણ, આંતરખેડમાં અડચણ આવે તેવી શક્યતાઓ. જો પહેલા કરી લે તો પાક પીળો પડી જાય છે.

  • ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ કેવો રહેશે?

  • ગયા વર્ષે સ્થિતિ થોડી ગંભીર હતી પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિત અલગ છે એટલે કે વરસાદ માપસરનો રહેશે. જો અચિંતા જ કોઈ સાયક્લોન આવે કે પછી કોઈ સરક્યુલેશન આવે તો ભારે વરસાદ થઈ શકે છે. પણ આ વર્ષે વરસાદ માપસરનો જ આવશે.

  • વાવાઝોડાની કેટલી શક્યતા

  • સામાન્ય રીતે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વાવાઝોડાની શક્યતા હોય છે. ત્યારે આ વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનાઓમાં વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *