આ વૃદ્ધ માતાની વાત સાંભળી ને રડું આવી જશે….. એકવાર જરૂર વાંચજો………”માં”…
એક કોર્ટ માં એક એવો કેશ આવ્યો કે બધા ના દિલ હચમચાવી નાખ્યા કોર્ટ માં જમીન,મકાન,છુટા છેડા,ખૂન કેશ કે પરિવાર ના વાદવિવાદ ના કેશો આવતા હોય છે પણ એક ઘરમાથી અલગજ કેશ આવ્યો..!
એક 70 વર્ષ ના વૃદ્ધ વ્યક્તિએ તેના 80 વર્ષ ના ભાઈ ઉપર કેશ કર્યો કે મારો ભાઈ હવે એકદમ વૃદ્ધ થઈ ગયો છે તે પોતાનું ધ્યાન નથી રાખી શકતા તેમ સતા મારી 110 વર્ષ ની માં ની દેખરેખ કરી રહ્યા છે અને હું બિલકુલ સ્વસ્થ છું એટલે મારી માં ની દેખરેખ કરવાનો મને મોકો આપો જેથી હું માં ની સેવા કરી શકું એટલે જજ સાહેબ મારી માને મારી સાથે મોકલી આપે તો હું મારી માની સેવા કરી શકું…!
નાનો ભાઇ કહે કે 40 વર્ષ થઈ ગયા મોટા ભાઈ સાથે માં રહે છે તો હું ક્યારે માં ની સેવા કરીશ…!
આ વાત સાંભળીને જજ સાહેબ પણ વિચાર માં પડી ગયા બને ભાઈઓને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ સમજતાજ નથી બને ને 15.15 દિવસ માં ને સાથે રાખવાનું કહ્યું તો પણ એકેય ભાઈ માનતાજ નથી..!
મોટા ભાઈ કહે જજ સાહેબ હું મારા સ્વર્ગ ને મારાથી દૂર કઈ રીતે કરું તેમ સતા અગર માં કહે કે હું સારી રીતે દેખભાળ નથી કરતો અને તેને નાના ભાઈ જોડે જવું હોય તો જઇ શકે છે…!
જજ સાહેબે માં ને બોલાવી ને પૂછ્યું કે માજી તમે ક્યાં દીકરા ભેગા જવા ઈચ્છો છો …?
માં ઘણી કમજોર હતી વહીલચેયર ઉપર બેસીને કોર્ટ માં આવી હતી અને જજ સાહેબ ને કહે કે મારે તો બને દીકરા સરખા છે એક નું નામ કહીને હું બીજા દીકરા ના દિલ ને દુઃખ થાય એટલે હું જવાબ નહિ આપી શકું સાહેબ તમે જજ સાહેબ છો તમારો નિર્ણય જે હશે તે મને મંજુર છે…!
છેવટે જજ સાહેબે બહુજ ભારે મન રાખી ને નિર્ણય આપ્યો કે મોટા ભાઈ વઘારે વૃદ્ધ થઈ ગયા છે એટલે માં ની સેવા કરવા નાના ભાઈ ને સોંપવામાં આવે…!
કોર્ટ નો ફેંસલો સાંભળી ને મોટા ભાઈ જોર જોર થી રડવા લાગ્યા અને કહે કે આ બુઢાપા એ મારું સ્વર્ગ છીનવી લીઘું ..!
આ સાંભળી ને કોર્ટ માં જેટલા પણ હતા જજ સાહેબ સહિત બધા ની આંખ માં આંસુ આવી ગયા …!
મારો કહેવાનો મતલબ એ છે કે અગર ભાઈ ભાઈ કે ભાઈ બહેન માં કોઈ વાદ વિવાદ હોય તો આવો હોવો જોઈએ…!
આ કહાની થી આપણે શબક લેવોજ જોઈએ કે માત પિતાને દુઃખી ન કરવા જોઈએ…!
મા તે મા બીજા બધા વગડાના વા
મા તે મા બીજા બધા વગડાના વા
મા તે મા બીજા બધા વગડાના વા
Ma e ma bija badha vagadana va
મા તે મા બીજા બધા વગડા ના વા