અંબાલાલ પટેલે આપી આગાહી ગુજરાતમાં આ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે….

  • ગુજરાતીઓને હજી વરસાદ મુંજવશે, ધોધમાર વરસાદની છે આગાહી, જાણો અંબાલાલ પટેલે શુ કહ્યું?
  • આ વર્ષે ચોમાસુ બેઠું ત્યારથી જ ભરપૂર છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી ચુક્યા છે. અને હજી પણ છુટાછવાયા ઝાપટાનો સિલસિલો ચાલુ જ છે. એવામાં રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છે. તેવામાં જાણો ક્યાં વિસ્તારોમાં અને કેવો થશે વરસાદ.

  • રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન વિભાગમાં હાલ ચોમાસું ભરપુર છે ત્યારે ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જજોરદાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

  • કઈ કઈ તારીખોમાં વરસસે વરસાદ.
  • આવનારી 23 જુલાઇ સુધી વરસાદી ઝાપટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે અને એના કારણે ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જણાય છે. 30 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
  • કયા જિલ્લાઓમાં થશે વરસાદ?

  • નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ જિલ્લાઓમાં વધુ વરસાદ આવે તેવી શકયતા છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લામાં પણ વરસાદ આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવશે. ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ દર્શાવાઇ છે.
  • 15, 16, 17 પછી ઓગસ્ટમાં વધુ એકવાર વરસાદનું આગમન થશે
  • ડાંગ, નર્મદામાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે. ખેતી માટે ઉપયોગી થઈ શકે તેવો વરસાદ થશે તેવી સંભાવનાઓ છે.મહાનદીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે. મધ્યપ્રદેશથી પાણી ગુજરાત તરફ આવશે.
  • પાક માટે ઉપયોગી વરસાદના 2 પ્રકાર

  • અંબાલાલ પટેલે ખેડૂતો વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, વરસાદના 2 પ્રકાર છે જેમાં એક વખ અને બીજો પખ છે. હાલ જે વરસાદ છે તે પુનરવષુનું પાણી વરસી રહ્યુ છે. 19 જુલાઈ પછી પુષ્ય નક્ષત્ર બેસસે અને એ પછી જે વરસાદ આવશે તેનું પાણી ખેતી માટે સારૂ જણાઈ રહ્યું છે. નીંદામણ, આંતરખેડમાં અડચણ આવે તેવી શક્યતાઓ. જો પહેલા કરી લે તો પાક પીળો પડી જાય છે.

  • ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ કેવો રહેશે?

  • ગયા વર્ષે સ્થિતિ થોડી ગંભીર હતી પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિત અલગ છે એટલે કે વરસાદ માપસરનો રહેશે. જો અચિંતા જ કોઈ સાયક્લોન આવે કે પછી કોઈ સરક્યુલેશન આવે તો ભારે વરસાદ થઈ શકે છે. પણ આ વર્ષે વરસાદ માપસરનો જ આવશે.
  • વાવાઝોડાની કેટલી શક્યતા

  • સામાન્ય રીતે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વાવાઝોડાની શક્યતા હોય છે. ત્યારે આ વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનાઓમાં વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે

  • ગુજરાતમાં ભારે વરસાદના આગમન બાદ હવે ફરી એકવાર ગુજરાતમાં થી મેઘરાજાએ વિદાય લઇ લીધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોઈ ઓઅન જગ્યાએ વરસાદ થયો નથી. જેના કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ગરમી સાથે બફારો પણ વધી રહ્યો છે જે ગુજરાત માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં હજુ ખેડૂતોના પાક માટે વધુ વરસાદની જરૂર છે જેના કારણે ખેડૂતોનો પાક સારો થાય. આ સિવાય ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી અને મહત્વની આગાહી કરી
  •  ગુજરાતમાં વરસાદની આગાહી

  • હવામાન વિભાગે ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર આજથી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને ત્યાર પછી 25 જુલાઇએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેને લીધે ગુજરાતમાં વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવી છે.
  • હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અમરેલી, ગીરસોમનાથ, વલસાડમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

  • હવામાન વિભાગે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે રાજ્યમાં સરેરાશ 36 ટકા વરસાદ નોધાયો છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

  •  આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
  • ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ ચોમાસુ પાકનું વાવેતર વધુ કર્યું છે જેની સામે ઓછા વરસાદને લઈ પાકમાં સુકારો અને ફૂગ આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

  • ચોમાસુ પાકનું વાવેતર મોટા પાયે કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણે વરસાદના વરસવાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. પ્રથમ વરસાદ  વાવેતર માટે યોગ્ય વરસ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી લીધું હતું ત્યારે બાદ યોગ્ય વરસાદના વરસવાને લઇ પાકમાં સુકારો તેમજ ફૂગ લાગી જવાના કારણે હાલ ખેડૂતો ચિંતિત થયા છે. એક તરફ ગત ચોમાસુ સીઝનમાં પાછોતરા વરસાદ વરસવાને લઈ તૈયાર પાક ખરાબ થયો બાદમાં શિયાળુ રવિ સીઝનમાં કામોસમી વરસાદ વરસવાને લઈ ઘઉંના પાકમાં નુકસાન થયું હતું અને ચાલુ વર્ષે સારા વરસાદની આશાએ મોટા પ્રમાણ પાક વાવેતર કર્યું પરંતુ જરૂરિયાત પ્રમાણે વરસાદ ન વરસવાને લઇ ફરી એક વાર ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

  • સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોમાસાનો સરેરાશ 19.93 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે ઓછા વરસાદે ખેડૂતો ની ચિંતામાં વધારો કર્યો છે. ગત સાલે ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદને લઇ ખેતીમાં નુકસાની બાદમાં શિયાળુ પાકમાં કમોસમી માવઠાને લઇ નુકસાની અને ચાલુ સાલે ઓછા વરસાદને લઈ નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *