અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાત માં ધોધમાર વરસાદ…

  • ગુજરાતમાં છેલ્લા ૩-4 દિવસથી વરસાદે વિરામ લીધો છે. જે બાદ હવે ગુજરાતના દરેક વિસ્તારોમાં ગરમી અને બફારો સહન કરવો પડી રહ્યો છે. જે બાદ હવે બધા વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવામાન નિષ્ણાતો દ્ધારા આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગાહી અનુસાર મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્ધારા આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે.

  • કેટલાક દિવસ પહેલા ગુજરાતમાં થયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જયારે ઉતર ગુજરાતમાં સામાન્ય વરસાદ થયો છે. જે બાદ ગુજરાતમાં વરસાદે વિરામ લઇ લીધો છે.જયારે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં થઇ રહ્યા છે.

  • તેવામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી અને મહત્વની આગાહી કરી છે. જેમાં આગાહી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળાં ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. પરંતુ વરસાદ થઇ રહ્યો નથી અને બફારો અને ગરમી પડી રહી છે.

  • દિવસ અનુસાર ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 4 ઓગસ્ટ- વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભવાના છે. જયારે 5 ઓગસ્ટ- વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ વરસાદનું આગમન થશે. 6 ઓગસ્ટ- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

  • હવામાન વિભાગની આગાહી અનુસાર 7 ઓગસ્ટ- નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે.

  • નક્ષત્રો અનુસાર વરસાદની વાત કરીએ તો જૂન માસમાં સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ બાદ તેમના વાહનને આધારે જૂન, જુલાઇ, ઓગસ્ટથી માંડીને નવેમ્બર મહિના સુધી વરસાદ કેવો થશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. જયારે આ વર્ષે સૂર્યનારાયણ આદ્રાનક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે વાહન અશ્વ છે અને જેના કારણે શરૂઆતમાં ઓછો વરસાદ થશે પછી સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

  • ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર અરબી સમુદ્રની સિસ્ટમ તેમજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ તા.૪થી ૮માં સામાન્ય વરસાદ થાય તેવી સંભાવના છે. જયારે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકિનારના ભાગોમાં ભારે વરસાદની થાય તેવી સમભાવના છે. જયારે ઉત્તર ગુજરાતના ભાગોમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, હારીજ, બેચરાજી તેમજ માંડલ-પાટડીના ભાગો, વિરમગામ અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, ચોટીલાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય વરસાદ થાય તેવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી અમ્બલાલ પટેલે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, બારડોલી, ભરૂચ, નર્મદા,અમદાવાદ, ગાંધીનગરના સારો વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.

  • ગુજરાતમાં ચાલુ માસે વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી મોસમ વિભાગે બહાર પાડેલા ઓકડાઓ અનુસાર ગુજરાતમાં 41.41 ટકા વરસાદ થયો છે. અને આગામી સમયમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે. જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી વરસાદે વિરામ લીધો છે. વિરામ બાદ હવે ફરીથી ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *