કુબેર ધનના દેવતા છે, ઉત્તર દિશાના સ્વામી કુબેર દેવતા માનવામાં આવે છે. એટલા માટે ઘર માં ઉત્તર દિશા કુબેર દેવતાની દિશા કહેવામાં આવે છે. એટલા માટે મકાન બનાવતા સમયે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે મકાન ઉત્તરમુખી હોય. ઘરની ઉત્તર દિશા વાસ્તુદોષ મુક્ત હોય તો ધનની વૃદ્ધિ થાય છે. જોકે ઊત્તરમુખી મકાનમાં રહેવાથી ઘણી વખત પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રનાં નિયમોનું પાલન ન કરવા પર ઉત્તરમુખી ઘરમાં કષ્ટોથી ઘેરાયેલા રહે છે.
વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો જો ઉત્તરમુખી ઘરમાં મુખ્ય દ્વાર પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં હોય તો લોકો વધારે દિવસો સુધી આવા ઘરમાં ટકી શકતા નથી. તેના કારણે ઘરનો મુખ્ય વ્યક્તિ પૈસા કમાવવા માટે મોટાભાગે ઘરની બહાર રહે છે. વળી અમુક લોકો એવા પણ હોય છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વારની પાસે ભૂમિગત પાણીની ટાંકી અને બોરિંગનું નિર્માણ કરાવી લેતા હોય છે. આવું કરવાથી ઘરમાં ચોરી થવાની સંભાવના વધી જાય છે. આ પ્રકારના ઘરમાં જે મહિલાઓ રહે છે, તેમનું મન ખૂબ જ ચંચળ હોય છે. તે ખૂબ જ ઓછો સમય માટે ઘરમાં ટકી શકે છે.
તે સિવાય અમુક લોકો એવા પણ હોય છે જે ઉત્તરમુખી જમીનમાં પશ્ચિમ દિશામાં વધારે ખાલી સ્થાન હોવા પર તેને એમ જ છોડી દેતા હોય છે. આ પ્રકારના ઘરમાં રહેવા વાળા પુરુષો શારીરિક, માનસિક તથા આર્થિક પરેશાની માંથી પસાર થાય છે. સાથોસાથ જો ગંદા પાણીનો નિકાલ તથા સેપ્ટિક ટેન્ક ઉત્તરમુખી ઘરમાં દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો વાસ્તુ અનુસાર તેને પણ અનુકૂળ માનવામાં આવતું નથી. આવું કરવાથી પરિવારની સ્ત્રીઓ હંમેશાં કષ્ટમાં રહે છે. આજે અમે તમને ઉત્તરમુખી ઘર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો બતાવવા જઈ રહ્યા છીએ.
ઘરની શાંતિ જાળવી રાખવા માટે ઉત્તર દિશા ઘરના મધ્યભાગથી હંમેશાં નીચી હોવી જોઈએ.
ઘરની ઉત્તર દિશામાં જો ગેસ્ટ રૂમ અથવા પૂજા ઘર બનાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.
ઉત્તર દિશામાં કિચન બનાવવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
જો તમે ઈચ્છો છો કે ઘરના સદસ્યોની વચ્ચે પ્રેમ જળવાઈ રહે, તો ઉત્તર દિશામાં કોઈ પણ તૂટેલી દીવાલ હોવી જોઈએ નહીં. દિવાલ ઉપર તિરાડ પણ અશુભ માનવામાં આવે છે.
હંમેશાં ઉત્તર-પૂર્વ દિશામાં ભૂમિગત વોટર ટેંક બનાવો. તેનાથી ઘરમાં જે લોકો રહે છે તેમને ધન સંચય કરવામાં મદદ મળે છે.
કોશિશ કરો કે ઉત્તર દિશામાં ઓપન ટેરેસ રાખવામાં આવે, તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.