જો દાળ-શાકમાં મીઠું કે મરચું વધી જાય તો કરો આ ઉપાય, તરત જ સ્વાદ બદલાઇ જશે

જો દાળ-શાકમાં મીઠું કે મરચું વધી જાય તો કરો આ ઉપાય, તરત જ સ્વાદ બદલાઇ જશે

કેટલીક વખત રસોઇ કરતી વખતે દાળ અથવા શાકમાં મીઠું વધારે હોય છે, ત્યારે ખાવાનો આખો સ્વાદ બદલાઇ જાય છે. જો ખાવામાં મીઠું ના આવે તો તે સ્વાદહીન બની જાય છે. એટલા માટે મીઠું ખાવાનું ખૂબ મહત્વનું છે પરંતુ મીઠું યોગ્ય માત્રામાં હોવું જોઈએ. આવી સ્થિતિમાં, ઘણા લોકો ખાવાનું છોડે છે અને બીજું શાક બનાવવું પડે છે. શાકભાજી અથવા દાળમાંથી ખારાશ ઘટાડવા માટે, અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે કામ આવી શકે છે.

બટાકાથી ઓછી કરો ખારાશ
જો શાકભાજી અથવા દાળમાં ખૂબ મીઠું હોય તો બટાકાની છાલ તેમાં ઉમેરો. થોડા સમય માટે શાકમાં બટાટા મૂકી દો. થોડા સમય પછી બટાટા કાઢી લો. આ મીઠાના પ્રમાણને ઘટાડી શકે છે.

લોટની કણકથી પણ ઓછું થઇ શકે છે મીઠું
જો શાકમાં વધુ મીઠું હોય તો લોટની મોટી કણક બનાવો અને તેને શાકમાં નાખો. થોડા સમય પછી આ કણક કાઢી લો. તેનાથી ખારાશ ઓછી થાય છે.

શાકભાજીમાં થોડુ દહીં ઉમેરો
ખારાશને ઓછું કરવા માટે તમે શાકમાં થોડુ દહીં પણ ઉમેરી શકો છો.

લીંબુ સરબત
જો દાળમાં ખૂબ મીઠું હોય તો તેમાં લીંબુનો રસ નાખો. તેનાથી ખારાશ અમુક હદ સુધી ઓછી થઈ શકે છે.

બ્રેડથી પર દૂર થઇ શકે છે ખારાશ
જો તમે ઈચ્છો છો તો તમે ખારાશને દૂર કરવા માટે બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. ખારા શાકમાં એક થી બે બ્રેડ ઉમેરો. થોડા સમય પછી બ્રેડને કાઢી લો, તેનાથી મીઠાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *