આવા નાના કિસ્સા તો ઘણા સાંભળીયા હશે પણ આ કિસ્સો સાંભળી મજા આવી જશે , સેલ્ફી તો બધા પાડવા પણ કોઈ આવી વ્યક્તિઓ સાથે પાડે તો ખબર પડે
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની એક નાની વસાહતમાં બનેલી આ સત્યઘટના છે. જંગલ વિસ્તારની નાની વસાહતમાં રૂપાલી મેસરામ નામની એક યુવતી એના પરિવાર સાથે રહે છે. આર્થિક પરિસ્થિતિ કંગાળ હોવા છતાં રૂપાલીએ બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
પરિવારનું ગુજરાન ચલાવવા માટે મોટાભાઈ અને માતા મજૂરી કામ કરતા જ્યારે રૂપાલી બકરીઓની સારસંભાળ રાખતી. કેટલીક બકરીઓ પાળી હતી જેના દૂધના વેચાણમાંથી થોડી ઘણી આવક થતી. આ બકરીઓનું ધ્યાન રાખવાનું કામ રૂપાલી કરતી હતી. બીજા લોકો માટે એ બકરીઓ હતી પણ રૂપાલી માટે બકરીઓ બહેન જેવી હતી.
એકવાર રાત્રે બધા સુતા હતા ત્યારે બકરીઓની ચીસો સંભળાવા લાગી. રૂપાલીની આંખ ખુલી ગઈ. બીજાને જગાડવાને બદલે એ એકલી ઘરની બહાર આવી. બહાર આવીને જોયું તો એક વાઘ બકરીને મારી રહ્યો હતો. ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની વહાલી બકરીને બચાવવા માટે રૂપાલી લાકડી લઈને વાઘ પર તૂટી પડી. વાઘે રૂપાલી પર હુમલો કરીને લોહી લુહાણ કરી દીધી.
રૂપાલીએ રાડ પાડીને એના માતાને બોલાવ્યા. માતા તો પરિસ્થિતિ જોઈને ડઘાઈ ગયા પણ બીજી જ ક્ષણે એ પણ લાકડી લઈને વાઘને મારવા મેદાનમાં આવી ગયા. મા-દીકરી બંનેએ સાથે મળીને વાઘ સામેની લડાઈ લડી બકરીઓને બચાવી.
રૂમમાં આવીને લોહી લુહાણ રૂપાલીએ મોબાઈલ હાથમાં લીધો. કેમેરો ઓન કર્યો અને માતા સાથે સેલ્ફી લીધી.
સેલ્ફી તો બહુ જોવા મળે છે પણ આવી સેલ્ફીના દર્શન ભાગ્યે જ થતા હોય છે. આ સેલ્ફી જોઈને મહાકાલી યાદ આવી ગયા.