Father ‘s days ના દિવસે પપ્પા એ કરેલ કામ

  • ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝુ કાંગ ખેતી કરીને એનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માત્ર 2 જ સભ્યો છે એ અને એનો નાનો દીકરો. પત્ની તો છોડીને જતી રહી છે. 

  • દીકરો અંધ અને વિકલાંગ છે. પોતાની ગેરહાજરીમાં દીકરાએ બીજા કોઈ પર આધારિત ના રહેવું પડે એટલે ઝુ કાંગે શિક્ષણના માધ્યમથી દીકરાના ભવિષ્યને કંડારવાનો સંકલ્પ કર્યો. અંધ અને વિકલાંગ બાળકને સ્વીકારવા કોઈ સ્કુલ તૈયાર નહોતી પણ હાર માનીને બેસી જાય એવો આ પિતા નહોતો.

  • ઘરથી લગભગ 7 કિમી દૂર એક સ્કુલ એના દીકરાને સ્વીકારવા માટે તૈયાર થઈ પણ આ સ્કુલ સુધી પહોંચવા વાહનની કોઈ સુવિધા નહોતી. સ્કુલ સુધી પહોંચવાનો રસ્તો સાવ પથરાળ અને નદી પર્વત પરથી પસાર થાય એટલે કોઈ વાહન ચાલે પણ નહિ. ઝુ કાંગે એનો ઉપાય શોધી લીધો. દીકરાને ઉભા રહેવામાં અનુકૂળ આવે એવો એક ટોપલો બનાવ્યો. છોકરાના પગ પણ વળી ગયેલા છે એટલે એ સામાન્ય માણસની જેમ ઉભો પણ ના રહી શકે એટલે એના માટે ખાસ ટોપલો બનાવ્યો. આ ટોપલામાં લઈને પિતા એના દીકરાને 7 કિમી દૂર શાળાએ મુકવા માટે જાય.

  • રોજ સવારે 5 વાગે જાગી જાય. દીકરા અને પોતાના માટે રસોઈ બનાવે પછી દીકરાને તૈયાર કરી પોતાના ખભા પર બેસાડી 7 કિમી દૂર ચાલીને શાળાએ પહોંચે. દીકરાને શાળાએ મૂકી પાછા ઘરે આવે કારણકે ઘર ચલાવવા કામ પણ કરવું પડે. શાળા પૂરી થાય એટલે પાછા દીકરાને લેવા જાય અને ફરીથી ચાલીને ઘરે આવે આમ રોજના 28 કિમી ચાલે.

  • ઝુ કાંગનું દીકરા પ્રત્યેનું આ સમર્પણ રંગ લાવી રહ્યું છે એનો દીકરો અંધ અને અપંગ હોવા છતાં આખા ક્લાસમાં પ્રથમ નંબર લાવે છે. ઝુ કાંગને પૂછવામાં આવ્યું કે તમને થાક નથી લાગતો ? એક માણસ આટલું કામ કેવી રીતે કરી શકે ? એમણે જવાબ આપેલો ‘દીકરા માટે કઈ કરીએ તો થાક લાગે નહિ પણ થાક ઉતરી જાય’

  • કેટલાય પિતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સંતાનના ભવિષ્ય માટે પોતાની જાત ઘસી નાંખતા હોય છે. ઝુ કાંગ જેવા તમામ પિતાઓને કોટિ કોટિ વંદન. પિતા તરીકે અંતરદ્રષ્ટિ પણ કરીએ કે આપણે આપણા સંતાનને સમય આપી શકીએ છીએ કે ખાલી સુવિધાઓ જ આપીએ છીએ ? 

  • HAPPY FATHER’S DAY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *