જુહીનાં લગ્નજુહી ચાવલા ની સગાઈ, પરંતુ ફક્ત ૪ દિવસમાં જ તુટી ગયો સંબંધ

જુહીનાં લગ્નજુહી ચાવલા ની સગાઈ, પરંતુ ફક્ત ૪ દિવસમાં જ તુટી ગયો સંબંધ

જુહીનાં લગ્નજુહી ચાવલા ની સગાઈ, પરંતુ ફક્ત ૪ દિવસમાં જ તુટી ગયો સંબંધ

બોલિવૂડની મશહૂર એક જુહી ચાવલાને તો બધા લોકો જાણે છે. જુહી ચાવલા હવે મોટા પડદા પર વધારે જોવા મળતી નથી. પરંતુ તેમની ફિલ્મ “ગુલાબ ગેંગ” માં તેમણે ખૂબ જ અલગ પાત્ર નિભાવીને બધાને હેરાન કરી દીધા હતા. કોઈ જમાનામાં જુહી લોકોનાં દિલની ધડકન હતી. તેમની મુસ્કાન અને તેમના માસૂમ ચહેરાનાં ઘણા લોકો દીવાના હતા. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે જુહી ફિલ્મોમાં આવી તે સમય દરમિયાન બોલિવૂડનાં એક એક્ટર સાથે સગાઈ કરી હતી, પરંતુ ફક્ત થોડા દિવસોમાં જ આ સંબંધ તૂટી ગયો હતો. તો ચાલો જાણીએ કે આખરે તે કહાની શું છે.

જુહી ચાવલાનાં લગ્ન બિઝનેસમેન જય મહેતા સાથે થયા છે અને બંને ઘણા વર્ષોથી સાથે છે. પરંતુ જય સાથે લગ્ન કરતાં પહેલાં જુહીએ અન્ય કોઈનાં નામ ની વીંટી પોતાના હાથમાં પહેરી હતી. હકિકત માં જય સાથે લગ્ન કરતા પહેલા જુહીની સગાઈ અન્ય કોઈ સાથે થઈ હતી અને તે ફક્ત ૪ દિવસમાં તૂટી ગઈ હતી. એટલું જ નહીં તેમની પાસેથી વીટી પણ પરત માંગી લેવામાં આવી હતી.

ઇમરાન ખાન કરવા માંગતા હતા જોઈ સાથે લગ્ન

જુહીની સફળ ફિલ્મ “કયામત સે કયામત તક” તો તમને બધાને યાદ હશે. આ ફિલ્મમાં તેમણે આમિર ખાને સાથે કામ કર્યું હતું અને બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ પણ કરી હતી. આ ફિલ્મ દરમિયાન જુહી અને આમિર ખાનનાં ભત્રીજા અને આજના મશહૂર એક્ટર ઇમરાન ખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જુહીને પસંદ કરવા લાગ્યા હતા પાંચ વર્ષના

ઇમરાન આ ફિલ્મમાં આમિરના બાળપણનો કિરદાર નિભાવી રહ્યા હતા અને તેમની મુલાકાત ત્યાં જુહી સાથે થઈ હતી. પાંચ વર્ષના ઇમરાન અને જુહીની મિત્રતા ફિલ્મ દરમિયાન ખૂબ જ જામી રહી હતી. ફિલ્મનું શૂટિંગ ખતમ થતાં પહેલા ઇમરાન ખાને જીદ પકડી કે તેઓ જુહી સાથે લગ્ન કરશે. ઇમરાનની આ જીદને કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જુહીએ ઇમરાનને સમજાવ્યું કે જ્યારે તેઓ મોટા થઈ જશે ત્યારે લગ્ન કરી લેશે. પરંતુ ઇમરાને બધાની વાતને નજરઅંદાજ કરી દીધી અને જુહી સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી.

ઇમરાને જુહીને પહેરાવી વીંટી

સેટ પર આગલા દિવસે ઇમરાનની માં વીંટી લઈને આવી અને જુહીને કહ્યું કે તેને પહેરી લો. જુહી પણ ઇમરાનની સાદગી જોઈને મનાઈ કરી શકી નહી અને વીંટી પહેરી લીધી. પરંતુ ચાર દિવસ બાદ અચાનક ઇમરાન જુહી પાસે આવ્યા અને બોલ્યા કે તે વીંટી પરત આપો. જુહીએ ખૂબ જ દુઃખી મનથી તે વીંટી ઇમરાનને પરત આપી દીધી.

આજે પણ ઇમરાનને પસંદ કરે છે જુહી

આજે જ્યાં જુહી ચાવલા ફિલ્મોથી દૂર છે, તો વળી ઇમરાન ખાન પણ ફિલ્મોથી દૂર રહેલા છે. તેવામાં જુહી ચાવલા આજે પણ ઇમરાન ખાનને આ ઘટનાની યાદ અપાવે છે. વળી ઈમરાન ખાનનાં લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ પણ એક દિકરીના પિતા છે. પરંતુ આ ઘટના આજે પણ તેમને યાદ છે અને તેઓ જુહીને પોતાનો પહેલો પ્રેમ માને છે. ઇમરાન ખાને ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ પણ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *